રાજ્યમાં કોરોના વાયરસના શંકાસ્પદ 68 દર્દીના રિપોર્ટ નેગેટિવ
Live TV
-
ગુજરાતના હેલ્થ કમિશ્નર જે.પી. શિવહરે દ્વારા મળેલી માહિતી મુજબ અત્યાર સુધી ગુજરાતમાં, કુલ 68 સંદિગ્ધ કેસો નોંધાયા છે. જેમાં 68 રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. હેલ્થ કમિશ્ર્નરે જણાવ્યુ કે ગુજરાતના લોકોને કોરોના વાઈરસથી ડરવાની જરુર નથી. ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાઓમાં, Isolationની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ, બધા એરપોર્ટ અને 2 ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ અને સૂરત માં , આવનારા મુસાફરોની સ્ક્રીનીંગ કરવામાં આવી રહી છે. જોકે તેમણે બિનજરુરી યાત્રા ન કરવાની સલાહ આપી હતી. તેમજ બધા જિલ્લાના કલેકટર, નોડલ ઓફિસરની સાથે મીંટીંગ કરીને, કેવી રીતે સાવચેતી રાખવી તેની જાણકારી આપી હતી. બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં કોરોના વાયરસને લીધે સ્કુલ્સ અને કોલેજીસ બંધ કરવામાં નહી આવે તેવું શિવહરે એ જણાવ્યુ હતુ.
