ગૃહવિભાગની 10 હજાર 989 નવી જગ્યા ભરવામાં આવશે
Live TV
-
ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની સાડા છ કરોડ જનતાની સુરક્ષા અમારી જવાબદારી છે
વિધાનસભામાં ગૃહવિભાગની માગણીઓને લઈને થયેલી ચર્ચાના પ્રત્યુત્તરમાં જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની સાડા છ કરોડ જનતાની સુરક્ષા અમારી જવાબદારી છે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, ગૃહવિભાગની 7,503 કરોડ રૂપિયાની અંદાજપત્રીય જોગવાઈઓ મંજૂર થઈ છે અને વિવિધ સંવર્ગમાં 10 હજાર 989 નવી જગ્યા ભરવામાં આવશે. સાઈબર ક્રાઈમ સહિત ટેકનોલોજી દ્વારા ગુનાઓમાં નિયંત્રણ માટે ગુજરાતની પોલીસને વધુ સુસજ્જ કરાશે. આ ઉપરાંત ગૃહરાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના રિપોર્ટ મુજબ ગંભીર ગુનાઓમાં ગુજરાતનો ક્રાઈમ રેટ ખુબ ઓછો છે. કઠલાલ તાલુકાના ખલાલ ખાતે પોલીસ કર્મીઓ માટે નવું તાલીમ સેન્ટર બનાવાશે
