ડાંગમાં પીએમ આવાસ યોજનાથી લોકોનાં 'ઘરના ઘરનું' સપનું થયું સાકાર
Live TV
-
સરકાર દ્વારા 284 લાભાર્થીઓને બાંધકામ માટે એક લાખ વીસ હજારની સહાય મનરેગા યોજના હેઠળ આપવામાં આવી છે.
દરેક વ્યક્તિને છત પૂરી પાડતી પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાનાં વિસ્તારો સુધી પહોંચી છે. ડાંગ જિલ્લામાં 98% વસ્તી આદિવાસી હોવાના કારણે અહિં મોટા ભાગે લોકો કાચા અને ઝુંપડામાં રહેતા હતાં. પરંતુ જ્યારથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ થયું અને કાચા આવાસો પાકા બન્યા ત્યારથી લોકોનાં ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. હાલ આહવા તાલુકા પંચાયતમાં 2019-20 દરમિયાન સરકારમાંથી 284 આવાસોના બાંધકામનો લક્ષ્યાંક રખાયેલો હતો એ તમામ આવાસની કામગીરી ચાલી રહી છે. સરકાર દ્વારા 284 લાભાર્થીઓને બાંધકામ માટે એક લાખ વીસ હજારની સહાય મનરેગા યોજના હેઠળ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ એક આવાસ દીઠ બનનાર શૌચાલયની 12 હજારની સહાય મળીને કુલ 1 લાખ 49 હજાર 280 રૂપિયાની સહાય આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, ડાંગ જિલ્લામાં સરકાર દ્વારા ઘણી વખત નોંધ લેવાઈ છે જેના પરિણામે વર્ષ 2017-18માં 397 આવાસો પૂર્ણ કરવા બદલ ડાંગ જિલ્લાને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો
