Skip to main content
Settings Settings for Dark

એર માર્શલ અર્જનસિંઘના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી મહાત્મા મંદિર ખાતે કરાઇ

Live TV

X
  • ભારતીય વાયુસેના દ્વારા એર માર્શલ અર્જનસિંઘના જન્મ શતાબ્દી વર્ષની સમગ્ર દેશમાં ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યપાલ ઓ. પી. કોહલીના અધ્યક્ષ સ્થાને વાયુસેનાના જવાનો દ્વારા બેન્ડ કોન્સર્ટનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

    ભારતીય વાયુસેના દ્વારા એર માર્શલ અર્જનસિંઘના જન્મ શતાબ્દી વર્ષની સમગ્ર દેશમાં ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યપાલ ઓ. પી. કોહલીના અધ્યક્ષ સ્થાને વાયુસેનાના જવાનો દ્વારા બેન્ડ કોન્સર્ટનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાયુસેનાના વિશેષ ઉપકરણોની પ્રદર્શની પણ યોજવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું કે વાયુસેના એ દેશનું ગૌરવ છે અને શક્તિશાળી વાયુસેનાએ દેશનાં નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની વાયુસેના એ વિશ્વની આધુનિક વાયુસેના ગણાય છે. ભારતીય વાયુસેનામાં એર માર્શલ અર્જનસિંઘનું નામ અને યોગદાન અવિસ્મરણીય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 1965ના યુદ્ધમાં અર્જન સિંઘના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન પર વિજય પ્રાપ્ત કર્યો હતો. એર માર્શલ અર્જનસિંઘનાં આ અભૂતપૂર્વ નેતૃત્વ અને સાહસને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. આ પ્રસંગે વાયુસેનાનાં વરિષ્ઠ અધિકારીઓ,ગાંધીનગર શહેરનાં ગણમાન્ય વ્યક્તિઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply