એવું CNG સ્ટેશન, જ્યાં ફક્ત મહિલાઓ જ છે કર્મચારીઓ
Live TV
-
ભારતની એક માત્ર ગેસ સ્ટેશન ચલાવતી ગુજરાતની ચરોતર ગેસ કંપની તેના બધા ગેસ સ્ટેશનમાં માત્ર મહિલા કર્મચારીઓ જ રાખે છે. જે સાચા અર્થમાં પ્રધાનમંત્રીના સ્ત્રી સશક્તિકરણની ઝુંબેશને સાર્થક કરી રહી છે.
આણંદમાં આવેલા મોગર હાઇવે પર ચરોતર ગેસના ત્રીજા સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમાં પણ તમામ સ્ટાફ મહિલાઓનો જ છે. આ ગેસ સ્ટેશનમાં ગેસ ફિલીંગ, સફાઇ, ઓફીસ સ્ટાફ અને સિક્યુરીટી જેવી તમામ જવાબદારીઓ મહિલાઓ ઉપાડે છે.
મહત્વની બાબત છે કે આ ગેસ સ્ટેશનમાં દિવ્યાંગ મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આજે ભાગ્ય કોઇ એવુ ક્ષેત્ર હશે જે મહિલાઓ દ્રારા સંચાલીત ના હોય પણ આ ગેસ સ્ટેશનની વાત કંઇક જુદી જ છે.
આ ગેસ સ્ટેશન હાઇવે પર છે. અને તેમાં પણ તેમાં આવતા મોટેભાગના વાહનોમાં પુરુષ ડ્રાઇવર હોય છે. તેમની સાથે કામ પાર પાડવુ અધરૂ હોય છે. ત્યારે આ જવાબદારી પણ ખુબ સારી રીતે નિભાવવાની ખાત્રી ચેરમેન દ્રારા કરવામાં આવી છે.
