પાટણ જિલ્લાના 74 ગામના સરપંચો-ખેડૂતો ઉતર્યા રસ્તા પર
Live TV
-
પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ ૭૪ જેટલા ગામોના સરપંચોએ પાટણના રસ્તા પર ઉતરી આવી પોતાના તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતું.
ચાલુ વર્ષે ચોમાસુ નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી સરસ્વતી તાલુકાના ગામે ગામથી સરપંચ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં પાટણ ખાતે એકત્ર થયા હતા અને એક રેલી પણ યોજી હતી.
મહત્વનું છે કે જીલ્લામાંથી માત્ર એક જ તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરી અન્ય તાલુકા સાથે સરકારે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ પણ ખેડુતોએ કર્યો હતો.
