ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી સર્વિસનું ખાસ જહાજ પહોંચ્યુ ઘોઘા બંદરે
Live TV
-
સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ખોલતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવ્ય સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ રોપેક્ષ ફેરી સર્વિસના ખાસ જહાજ વોયેજ સિમ્ફનીનું આજે ઘોઘા બંદર ખાતે આગમન થયું છે. ઘોઘા-દહેજ વચ્ચેથી શરુ થનાર રોપેક્ષ ફેરી સર્વિસમાં ટ્રક, બસ, મોટરકાર, બાઈક અને પેસેન્જરોને એકી સાથે લઇ જવામાં આવશે.
બે કલાકની આ મુસાફરી દરમ્યાન જહાજમાં પેસેન્જરો માટે બેસવા ખાવાપીવા,મનોરંજન તેમજ સેફટી માટેની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઘોઘા બંદર ખાતે રોપેક્ષ ફેરી સર્વિસ શીપ "વોયેજ સિમ્ફની" જી.એમ.બી ની મંજુરી બાદ આવી પહોચ્યું હતું.
જહાજ સાથે આવેલ ઈન્ડીગો સીવેઝના ચીફ એક્ઝીક્યુટીવ ડી.કે.મનરાલે જણાવ્યું હતું કે આ જહાજ ની લંબાઈ ૧૦૭ મીટર તેમજ પહોળાઈ ૨૨ મીટર તેમજ તેનો ડ્રાફ્ટ ૪ મીટરનો છે. શીપમાં એકી સાથે ૪૪ જેટલા ટ્રકો બસો તેમજ ૨૫ મોટરકારો, બાઈક્સ તેમજ ૫૦૦ જેટલા પેસેન્જરો મુસાફરી કરી શકશે.
આ માટેનો ખાસ લીંકસ્પાન પણ ફીટ કરી દેવામાં આવ્યો છે તેમજ વિશાળ કાર્ગો શીપ માટેની ખાસ જેટી પણ તૈયાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત મુસાફરી દરમ્યાન મુસાફરોને વાઈ-ફાઈની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. તેમજ ઘોઘાથી દહેજ આ શીપ માત્ર ૨ કલાકમાં પહોચશે. જેથી લોકોને સમય-ઇંધણ અને મેન્ટેનન્સના ખર્ચમાં રાહત થશે.
