Skip to main content
Settings Settings for Dark

પરપ્રાંતિઓની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે, અધિકારીઓએ ખાધી પાણીપૂરી

Live TV

X
  • ઢૂંઢરની ઘટના બાદ જે રીતે પરપ્રાંતિઓમાં ડરનો માહોલ હતો, તેને દૂર કરવા સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર અથાગ પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ નવતર પ્રયોગ હાથ ધરી પરપ્રાંતિય વેપારીઓ સાથે સકારાત્મક વલણ દાખવવામાં આવ્યું...

    સાબરકાંઠાના ઢૂંઢર ગામે બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ પરપ્રાંતિય માં જે રોષની લાગણી વ્યક્ત થઇ હતી તેને દુર કરવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. અરવલ્લી જિલ્લા કલેકટર ખુદ પાણીપુરીની લારી પર પહોંચ્યા હતા, જ્યાં પકોડી ખાધી હતી તેમની સાથે જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી જોડાયા હતા. જિલ્લા કલેકટર એમ નાગરાજને પાણીપુરી ના વેપારીઓ સાથે સકારાત્મક વાતચીત કરી હતી અને તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી નડે નહીં તેમજ અસામાજિક તત્વો તેમને ડરાવશે નહીં તેવું આશ્વાસન આપ્યું હતું.. મહત્વનું છે કે ઢુંઢર ગામે બાળકી પર દુષ્કર્મ થયા બાદ પરપ્રાંતીય લોકોમાં ડર હતો અને તેમાં કેટલાક લોકો પોતાના વતન તરફ હિજરત કરી હતી જોકે આજે તે ડરનો દૂર કરવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરે નવતર પ્રયગો અપનાવી ખુદ મોડાસા બસ સ્ટેશન વિસ્તારમાં પાણીપુરીની  લારી એ પહોંચ્યા હતા જ્યાં પાણીપુરી પાણીપુરી નો સ્વાદ માણ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply