Skip to main content
Settings Settings for Dark

એશિયાટિક લાયન્સને નિહાળવાની ઈચ્છા ધરાવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર

Live TV

X
  • સાસણ ગીર સફારીમાં સિંહ દર્શનની શરૂઆત

    એશિયાટિક લાયન્સને નિહાળવાની ઈચ્છા ધરાવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. જગ વિખ્યાત સાસણ ગીર સફારીમાં , સિંહ દર્શનની શરૂઆત થઈ છે. ગીર સેન્ચુરીમાં સુપરીટેન્ડન્ટ ડૉક્ટર મોહન રામે લીલી ઝંડી આપી પ્રવાસીઓ માટે સફારી ખુલ્લી મુકી છે. 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી 4 મહિના સિંહોનો સંવનન કાળ હોવાથી, સફારી પાર્ક બંધ રહે છે. પરંતુ હવે સંવનન કાળ પૂર્ણ થઈ ગયો હોવાથી , અને પ્રવાસીઓના ધસારાને કારણે , સિંહ દર્શન શરૂ કરાયા છે. રાજ્ય સરકારે પરમીટોમાં પણ વધારો કર્યો છે. સાસણ ગીર સફારીમાં 60 પરમીટનો વધારો કરાઈ , હવે કુલ 150 પરમીટ કરાઈ છે. તો આ વખતે સૌ પ્રથમવાર , દેવાળિયા પાર્ક પણ શરૂ કરાઈ છે. જેમાં લોખંડના પીંજરાવાળી સુરક્ષિત જીપ્સીમાં બેસી , પ્રવાસીઓ સિંહ દર્શનનો લ્હાવો માણી શકશે. આ સાથે 25 જેટલા મહિલા ગાઈડની પણ નિમણૂક કરાઈ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply