દલખાણિયા રેન્જમાં સિંહોના અપમૃત્યુ અંગે વન વિભાગે હાથ ધરી તપાસ
Live TV
-
દલખાણિયા રેન્જમાં સિંહોના મોતની ઘટના બાદ વધુ એક સિંહનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા વન વિભાગે હાથ ધરી તપાસ
દલખાણિયા રેન્જમાં એક સાથે 23 સિંહોના મોતની ઘટના બાદ આજે વિસાવદર નજીકના જંગલમાંથી ત્રણ વર્ષના અન્ય એક સિંહનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતા વન વિભાગે તપાસ હાથ ધરી છે. બનાવના પગલે સવાર-સાંજ સિંહોના તમામ ગ્રૂપના લોકેશન શોધવા અધિકારીઓને આદેશ અપાયા છે. સિંહના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવા માટે આ મૃતદેહને નિષ્ણાત વેટરનરી તબીબો પાસે મોકલી અપાયો છે. દરમિયાન વન વિભાગના અધિકારીઓએ સિંહનું મોત કુદરતી કારણોસર થયાનું પ્રાથમિક તારણ દર્શાવ્યું હતું.
