Skip to main content
Settings Settings for Dark

ઓછા ખાતરની બોરીનો મામલો ગરમાયો, સરકારે આપ્યા તપાસના આદેશ 

Live TV

X
  • ગુજરાતમાં ખાતરની બોરીઓમાંથી નિકળી રહેલા ઓછા ખાતરનો મામલો ગંભીર બની ગયો છે... ગુજરાત રાજ્યફર્ટિલાઇઝર કોર્પોરેશનના ડીએપી ખાતરની પચાસ કીલોની બોરીઓમાંથી ખાતર ઓછુ નિકળતા હાલ પુરતું આ ખાતરની બોરીઓનું વેચાણ અટકાવી દીધું છે.. જોકે આ મુદ્દે ખેડૂતો લાલઘૂમ બન્યાં છે.. સરકારે તપાસના આદેશ આપી દીધાં છે.. પરંતુ ખેડૂતો આર્થિક ફટકો સહન કરી રહ્યાં છે..

    ગુજરાતના ખેડૂતોના માથે એક વધુ આફત આવી છે. જોકે આ વખતે કુદરતી આફત નથી પરંતુ માનવસર્જિત આપત્તીનો ખેડૂતો સામેન કરી રહ્યાં છે. આ વખતે જીએસએફસી દ્વારા આપવામાં આવતાં ડીએપી ખાતરની બોરીઓમાંથી પચાસ કીલો કરતાં ઓછુ વજનનું ખાતર નિકળતા ખેડૂતોને આર્થિક માર પડી રહ્યો છે. તાપીના ખેડૂતોને પચાસ કીલોની બોરીમાંથી પાંચસો ગ્રામ ખાતર ઓછુ નિકળ્યું હતું. જેને કારણે ધરતીપુત્ર લાલચોળ છે. અને કસૂર વારો સામે કડક પગલાં લેવાની માંગણી કરી રહ્યાં છે.

    તાપી બાદ મહીસાગરમાં પણ  જી.એસ.એફ.સી ના ડી.એ.પી ખાતરમાં  320 ગ્રામ જેટલું  ડીએપી ઓછું નીકળ્યું હતું.. જિલ્લા ખેતીવાડી અધિકારીએલુણાવાડા શહેરા દરવાજા પાસે આવેલા કિસાન સેવા કેન્દ્રના આઉટલેટ પર તપાસ  કરતાં  દરેક થેલીમાં320 ગ્રામ વજનની ઘટ સામે આવી હતી..સમગ્ર રાજ્યમાં ઉઠેલા આ મામલામાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ તાત્કાલિક પગલાં  લઈ જિલ્લાના તમામ વિક્રેતાઓને  ખાતરનું વેચાણ બંધ કરાવી દીધું હતું.

    ઓછા ખાતરની ફરિયાદ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી હતી. જે અંગે GSFC વડોદરાને જાણ થતાં કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓની ટીમને સૌરાષ્ટ્રમાં તપાસ કરવા માટે મોકલી દેવામાં આવી છે. આ ટીમ દ્વારા GSFCની ખાતરની બોરીમાં ઓછું વજન કેમ આવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

    ખેડૂતોની આ ગંભીર સમસ્યા જોઇ સરકાર પણ હરકતમાં આવી ગઇ છે અને તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપી દીધાં છે.જોકે હાલ પુરતોતો વાવણીના સમયે જ ખાતરની સમસ્યા સર્જાતા ખેડૂત આર્થિક પાયમાલીનો સામનો કરી રહ્યો છે. જોકે સરકાર આ મુદ્દે સંવેદનશીલતાથી સમસ્યાનો ઉકેલ લવવાના પ્રયાસ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply