Skip to main content
Settings Settings for Dark

નેશનલ ટેક્નોલોજી ડે નિમિત્તે ધરમપુરમાં યુવાનો માટે સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમ રખાયો 

Live TV

X
  • 11 મે 1998 ના રોજ પોખરણ ખાતે ભારતે ઓપરેશન શક્તિ હેઠળ પોખરણ ન્યુક્લિયર પરીક્ષણ કરી પરમાણુ ક્ષમતા હાંસલ કરી હતી. વૈજ્ઞાનિકોની આ સિદ્ધિને બિરદાવવા , ભારત સરકાર દર વર્ષે 11 મે ની , નેશનલ ટેક્નોલજી ડે તરીકે ઉજવણી કરે છે. 

    જેના ભાગ રૂપે આજ રોજ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર  તેમજ ધરમપુર સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા દ્રારા ભારત સરકારના યુવાનો માટેના સ્કિલ ઇન્ડિયા પોગ્રામને વેગ આપવા માટે નેશનલ ટેકનોલોજીની ઉજવણી કરવામાં આવી હતી. 

    જેમાં વિધાર્થીઓએ ઈલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, મેકેનિકલ, વેલ્ડર, ફિટર, પ્રિંટીંગ, તેમજ પેકેજીગના વિવિધ પ્રોજેક્ટો બનાવી એક્સપોમાં પ્રદર્શનમાં મુક્યા હતા. જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્રારા , રોબોટિકસ, મોડેલ રોકેટરી જેવા પ્રોજેકટ પણ મુકવામાં આવ્યા હતા. 

    આવા પ્રોજકટો દ્રારા વિધાર્થીઓ  આવા અંતરિયાળ વિસ્તરમાં રહીને પણ પોતાની પ્રતિભા બતાવી શકે એવા હેતુસર આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના તમામ આઈ.ટી.આઈ. વિધાર્થીઓ તેમજ ટીચરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply