ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશનનો કેમેરા ટ્રેપ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ
Live TV
-
લક્ષ્યાંકના 4 વર્ષ પહેલા જ વાઘની સંખ્યાને બે ગણી કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો - પ્રકાશ જાવડેકર
ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશનનું સૌથી મોટું કેમેરા ટ્રેપ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે. આ કેમેરા ટ્રેપને 148 અભ્યાસ સ્થળો પર 26 હજાર 760 જેટલી જગ્યાઓ પર અલગ-અલગ મુકવામાં આવ્યાં હતાં.. જે અંતર્ગત આ કેમેરાઓએ આશરે 35 લાખ જેટલી તસ્વીરો કેદ કરી છે. જેમાંથી 76 હજાર 523 વાઘ અને 51 હજાર 348 ચિત્તાની તસ્વીરો સામેલ છે.. આ અંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ખુશી વ્યક્ત કરી છે. તેમણે પોતાના ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ''સંકલ્પ થી સિધ્ધિ''ના લક્ષ્ય થકી 4 વર્ષ પહેલાં વાઘની સંખ્યા બમણી કરવાનું સંકલ્પ પૂર્ણ થયું છે. વન્ય જીવ સંરક્ષણ માટે વાસ્તવમાં આ એક મહાન ક્ષણ છે અને આત્મનિર્ભર ભારત માટે એક ઉત્તમ ઉદાહરણ છે..
