Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યુ

Live TV

X
  • પત્ની અંજલીબેન રૂપાણીએ પણ વિશેષ પુજામાં લીધો ભાગ

    મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદા ના આજે સવારે દર્શન પૂજન કરી ને ગુજરાત સહિત સમગ્ર વિશ્વ ને કોરોના મહામારી માંથી મુક્ત કરવા ની પ્રાર્થના કરી સૌના મંગલ ની કામનાઓ કરી હતી.તેમણે કહ્યું કે લોક ડાઉન બાદ ભગવાન સોમનાથ દાદા ના ચરણ માં શીશ ઝૂકવવાની તેમની ઈચ્છા આજે પૂર્ણ થઈ છે

    શ્રી વિજયભાઈ રૂપાણીએ મંદિર પરિસરમાં ધ્વજા ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.મુખ્યમંત્રીશ્રી સાથે શ્રીમતી અંજલિ બહેન રૂપાણી તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અધ્યક્ષ ધનસુખ ભાઈ ભન્ડેરી સંસદ સભ્ય રાજેશ ચુડાસમા તથા પૂર્વ મંત્રી જશાભાઇ તેમજ નીતિન ભાઈ ભારદ્વાજ સહિતના અગ્રણીઓ પણ દર્શન માં સહભાગી થયા હતા.

    મુખ્યમંત્રીશ્રીએ આ પૂર્વે ગઇકાલે સાંજે સોમનાથમાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય ના અધિકારીઓ સાથે બેઠક યોજી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ ની સ્થિતિ ની જાણકારી મેળવી નિયંત્રણ માટે ના ઉપાયો સઘન સર્વેલનસ વગેરે ની સૂચનાઓ આપી હતી અને તાજેતરની વરસાદી સ્થિતિ ની પણ સમીક્ષા હાથ ધરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply