COVID-19 : અમદાવાદમાં નવા 17 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકાયા
Live TV
-
હાલમાં શહેરમાં કુલ 156 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર
અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જે વિસ્તારમાં કેસ વધુ આવે તેવા વિસ્તારોને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવી રહ્યા છે.જેથી આ વિસ્તારોમાં લોકોની અવરજવર ઘટી શકે અને સંક્રમણમાં ઘટાડો થાય..શુક્રવારે કોર્પોરેશન દ્વારા વધુ 17 વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે..જેમાં બાપુનગરમાં આનંદ ફ્લેટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યો છે. જ્યારે મણિનગર, ચાંદખેડા, રાણીપ, નારોલ, ઓઢવ, ગોમતીપુર, અમરાઇવાડી, વસ્ત્રાલ, ગોતા, ઘાટલોડિયા, શાહીબાગ, સૈજપુર અને જોધપુરમાં કેટલીક સોસાયટીઓ અને બ્લોકને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે. જાહેર કરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી અને સ્ક્રીનિંગની કામગીરી કરવામાં આવશે..એટલુ જ નહી કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલીંગ પણ કરવામાં આવશે..
