Skip to main content
Settings Settings for Dark

વલસાડઃ નિવૃત સૈનિકોએ યુવાનો માટે શરૂ કરી પ્રિ-મિલિટરી ટ્રેનિંગ

Live TV

X
  • વલસાડના ધરમપુરના પાંચ નિવૃત સૈનિકોએ ધરમપુરના પૂર્વ સૈનિક આદિવાસી કેન્દ્રના નેજા હેઠળ યુવા એકતા મંચ પ્રિ-મિલિટરી ટ્રેનિંગ શરૂ કરી છે. જેમાં વિનામૂલ્યે યુવક-યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે.

    લદ્દાખના શહીદોને શ્રદ્ધાંજલિ આપી શરૂ થયેલા આ ટ્રેનિંગ કેમ્પની પ્રથમ બેચમાં ધરમપુર, કપરાડા અને વલસાડના 140 યુવકો અને 36 યુવતીઓ તાલીમ મેળવી રહ્યા છે. દશેરાપાટી મેદાનમાં અગાઉ પૂર્વ સૈનિક સ્વ.દિનકરભાઈ પટેલ દ્વારા વિનામૂલ્ય ચાલતો આ ટ્રેનિંગ કેમ્પ તેમના અવસાન બાદ બંધ થયો હતો.

    જોકે આ ટ્રેનિંગ કેમ્પના સભ્યોએ આ ટ્રેનિંગ કેમ્પ ફરી શરૂ કરી આગળ ધપાવવાની શરૂઆત કરી છે. વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના આદિવાસી વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓને માર્ગદર્શન અને વિનામૂલ્યે કઠિન તાલીમ પુરી પાડી ભારતીય સેના, અર્ધસેના, પોલીસ દળ જેવી ભરતી માટે માર્ગદર્શન પૂરું પાડવાનું આ પૂર્વ સૈનિકોએ બીડું ઝડપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply