રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 800ને પાર, સુરતમાં નવા 269 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 800ને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા કોરોનાના 875 કેસ નોંધાયા છે, તો 14ના મોત થયા છે.
સુરત જિલ્લામાં આજે ગ્રામ્ય અને શહેરના મળી 269 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં 165 કેસ નવા નોંધાયા છે, તો વડોદરા જિલ્લામાં નવા 69 કેસ નોંધાયા છે અને ભાવનગરમાં નવા 71 કેસ 24 કલાકમાં નોંધાયા છે. રાજકોટમાં નવા 39 કેસ નોંધાયા છે અને ગાંધીનગરમાં નવા 31 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યાનો આંકડો 40,155 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં નવા કેસની સામે છેલ્લા 24 કલાકમાં 441 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,49,349 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 2024 દર્દીઓના મોત થયા છે અને કુલ 28,183 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 9948 છે, જેમાં 68 વેન્ટિલેટર પર અને 9880 સ્ટેબલ છે. રાજ્યમાં કોવિડ-19ના કારણે 14 દર્દીઓના મોત થયા છે, જેમાંથી અમદાવાદમાં 5, સુરતમાં 4, અરવલ્લીમાં 1, ગાંધીનગરમાં 1, જામનગરમાં 1, જૂનાગઢમાં 1 અને મહેસાણામાં 1ના મોત સામેલ છે.
