Skip to main content
Settings Settings for Dark

દાદરા અને નગરહવેલીઃ ફરવાનું અદ્દભૂત સ્થળ, કરાવશે તમને રોમાંચ અને તાજગીનો અનુભવ

Live TV

X
  • વીક એન્ડમાં થોડા રિફ્રેશ થવું હોય તો નજીક આવેલા દાદરા અને નગરહવેલીની અચૂક મુલાકાત લેવી જોઇએ. વરસાદની છાંટ સાથે નેચર અને ઍડવેન્ચરયુક્ત અહીંનાં સ્થળો તમને શાંતિ, રોમાંચ અને તાજગીનો અનુભવ કરાવશે. ગુજરાતની આસપાસ આવા અદભૂત સ્થળો હોવાને કારણે હવે ગુજરાતના પ્રવાસીઓએ અન્ય સ્થળોએ જવાની જરૂરીયાત ઓછી લાગે છે.

    લોકડાઉનને કારણે આપ ઘરમાં જ રહ્યા હશો. ઘરના માહોલની બહાર કુદરતના ખોળે પહોંચવું હોય તો આપ ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં જઇ શકો છો. શોર્ટ ડિસ્ટન્સ ટુરિસ્ટ પ્લેસ માટે દાદરા અને નગરહવેલી અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે અહીં ફરવા જેવાં સ્થળોમાં ખાનવેલ, સેલવાસ, દૂધની જળાશય ,દમણગંગા નદી, રિવરફ્રન્ટ, મધુબન ડૅમ ,લાયન સફારી,અને વનગંગા ઝીલ બાગનો સમાવેશ થાય છે, જે તમને રોમાંચ, શાંતિ અને તાજગીનો અનુભવ કરાવશે.

    અહીં આવતાં પ્રવાસીની પહેલી પસંદ સાતમાલિયા ડિયર પાર્ક છે. વનયજીવો અને વન્યસંપત્તિથી ભરપૂર ખડકાળ પણ વન આચ્છાદિત અભ્યારણ બાયો ડાયવર્સીટીનું ભાગીદાર છે અને પર્યાવરણ સમતુલા જાળવે છે. 310 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા અભિયારણમાં 400થી વધુ વન્ય જીવો વસવાટ કરે છે. અલભ્ય એવા અભ્યારણ્યમાં નીલગાય, ચોસિંગા, સાબર, ચિતલ જેવા 400 થી વધુ વન્યજીવો કુદરતના ખોળે ધીંગા મસ્તી અને કિલ્લોલ કરતાં જોઇને પ્રવાસીઓ હરખાઇ જાય છે.

    સાતમાલિયા અભિયારણ કુદરતી ડુંગરાળ વિસ્તાર ધરાવે છે. જેમાં વિપુલ પ્રમાણમાં વન્યસંપતિઓ આવેલી છે. અહીં વસવાટ કરતા વન્યજીવોને આખું વર્ષ નિરાંત્તે ખોરાક પાણી મળી રહે એવી કુદરતી અને માનવ સર્જિત વ્યવસ્થા સેલવાસ વનવિભાગે કરેલી છે.

    તળાવોમાં રહેતા ભરપૂર પાણીના કારણે આજુબાજુના મોટા વૃક્ષો લીલાછમ રહેતા કુદરતી છાંયડો પણ મળી રહે છે. અભિયારણમાં સાગ, સિસમ, હેદ, મહુડા, જેવા વિશાળ વૃક્ષો આવેલા છે, જેના કારણે પર્યાવરણ સમતોલ રહે છે. પ્રવાસીઓને વનવિભાગ દ્વારા વાહનની વ્યવસ્થા પણ કરાય છે. આ ઉપરાંત ટ્રેકિંગ રસિયાઓ માટે નેચર પથ ની સુવિધા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply