Skip to main content
Settings Settings for Dark

રાજકોટનું સ્વદેશી રમકડાનું કારખાનું, આત્મનિર્ભર ભારત અભિયાનને આત્મસાત કરતું ઉત્તમ ઉદાહરણ

Live TV

X
  • પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત અભિયાનને આત્મસાત કરતું એક ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું છે. દેશમાં લોકો ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યાં છે. તેવામાં રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રાજકોટના ઉદ્યોગપતિ એ સ્વદેશી રમકડાનું કારખાનું શરૂ કર્યું છે. શહેરના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રાજકોટના ઉદ્યોગકાર અરવિંદ ઝાલાએ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરતા જુદા જુદા 160 પ્રકારના રમકડા બનાવવાનું શરૂ કર્યું છે. ચીનની સરખામણીએ ભારતમાં રમકડાંના ભાવ 15% ઓછા રાખવામાં આવશે. રમકડાંનું ઉત્પાદન થઇ રહ્યું છે તે મશીનરીમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં વપરાતાં પાર્ટસનો ઉપયોગ થઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે અહીં મોટા પ્રમાણમાં રમકડાનું ઉત્પાદન થતાં બહેનો પણ આત્મનિર્ભર બની છે. આ ઉદ્યોગ થકી રાજકોટ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની 700 બહેનો રોજીરોટી મેળવી રહી છે. કંપની દ્વારા જે રમકડાં બનાવવામાં આવી રહ્યા છે તે ફૂડ ગ્રેડ સર્ટીફાઇડ રમકડા છે. નાના બાળકો રમતા રમતા રમકડાં મોઢામાં નાખે તો પણ બાળકને કોઈ નુકશાન ન થાય તે પ્રકારના રમકડાં બનાવવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply