કંડલાના દરિયામાં 7 લાપતા ખલાસીઓને બચાવાયા
Live TV
-
ખાનગી કંપનીની ગિરીજા-3 નામનું બાર્જ ડૂબી જવાનો અક્સ્માત ટળ્યો..
કચ્છમાં કંડલાના દરિયા નજીક ઓટીબીથી ડીએપી ખાતર ભરીને આવતા રિશી શિપીંગ કંપનીના ગિરીજા-3 નામનું બાર્જ ડૂબી ગયું હતું. બાર્જ પર સવાર સાત ખલાસીઓ પણ દરિયામાં લાપતા બન્યા હતાં. ખલાસીઓને બચાવવા કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી. પોર્ટના સત્તાધીશો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અન્ય કંપનીઓએ પણ મદદની ઓફર કરી છે. ડીપીટીના ડેપ્યુટી કન્ઝર્વેટર કેપ્ટન શ્રીનિવાસને આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે બચાવ કામગીરી આરંભી દેવાઇ છે. બાર્જને અને ખાસ કરીને ખલાસીઓને બચાવી લેવા માટે કોસ્ટગાર્ડની પણ મદદ માંગી લેવામાં આવી છે.
