મુખ્યમંત્રીએ CM ડેશબોર્ડની કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યું
Live TV
-
મુખ્યમંત્રીએ આજે તેમના નિવાસ સ્થાને મીડિયા સમક્ષ આ ડેશબોર્ડની કામગીરીનું પ્રેઝન્ટેશન અને વિસ્તૃત વિવરણ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકારના પબ્લિક ડિલિંગ વિભાગોનું સીધું મોનીટરીંગ સીએમ ડેશબોર્ડ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયથી થશે તેમ જણાવ્યું છે. રાજ્ય સરકારના બધા જ વિભાગો અને જિલ્લા કચેરીઓ સહિત સમગ્ર સરકાર કમાન્ડ કન્ટ્રોલ વોલ ડેશબોર્ડ સાથે જુલાઈ માસના અંત સુધીમાં જોડાઈ જશે એમ તેમણે જાહેર કર્યું છે.
મુખ્યમંત્રીએ આજે તેમના નિવાસ સ્થાને મીડિયા સમક્ષ આ ડેશબોર્ડની કામગીરીનું પ્રેઝન્ટેશન અને વિસ્તૃત વિવરણ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે બધા જ જિલ્લા કલેક્ટરો, ડી ડી ઓ, એસ.પી.ને, પ્રતિ માસ આઠથી 10 મુદ્દાઓ ફોક્સ પોઈન્ટ તરીકે આપીને, એ વિષયોમાં એમના જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરાશે.
તેમણે કહ્યું કે, ડેશબોર્ડમાં હાલ 1700 જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તેના સંદર્ભમાં જિલ્લા તાલુકા વિવિધ વિભાગોની કામગીરીની તલસ્પર્શી સમીક્ષા હાથ ધરીને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ત્રણ કોલ આપી કામગીરી પૂર્ણ કરવાની સૂચના અપાય છે અને સતત દેખરેખ રખાય છે.
