Skip to main content
Settings Settings for Dark

ધ્રોલ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં થયો બ્લાસ્ટ, જપ્ત કરેલો માલ થયો ખાક

Live TV

X
  • પોલીસ સ્ટેશનની સામે મુદ્દામાલ રાખવામાં આવતા રૂમમાં અચાનક બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી ગઈ હતી.

    જામનગરના ધ્રોલના પોલીસ સ્ટેશનની સામેની રૂમમાં અચાનક બ્લાસ્ટ થતાં લોકોમાં ખળભળાટ વ્યાપી ગયો છે. પોલીસ સ્ટેશનની સામે મુદ્દામાલ રાખવામાં આવતા રૂમમાં અચાનક બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી ગઈ હતી.

    ધડાકા સાથે બ્લાસ્ટ થતાં મુદ્દામાલ રૂમમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે રૂમમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ બળીને ખાક થઈ ગયો હતો.

    આ બ્લાસ્ટની ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસ કોન્સ્ટેબલને રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ થતાં લોકોના ટોળા જોવા માટે ભેગા થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply