કચ્છઃ ભચાઉથી છ કિલોમીટર ઉત્તરે 4 થી વધુ તીવ્રતાનો ભૂકંપના આંચકા
Live TV
-
કચ્છમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
આજે બપોરે કચ્છમાં 4થી વધુની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 6 કિમી દૂર અને 32.5 કિમી જમીનની નીચે હોવાનું નોંધાયું છે.
આ આંચકો ભચાઉ, રાપર, આદિપુર અને ગાંધીધામ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં અનુભવાયો હતો. ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, પરંતુ કોઈ જાનમાલના નુકશાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
