શ્રાવણ માસના સોમવારે CM રૂપાણીએ પરિવાર સહિત સોમનાથ મહાદેવના દર્શન કર્યાં
Live TV
-
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે રાજ્યના શિવાલયોમાં ઉમટ્યું માનવ મહેરામણ
પવિત્ર શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો. શ્રાવણ મહિનામાં દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠતા હોય છે. શ્રાવણ મહિનાના આજે ત્રીજા સોમવારે રાજ્યમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભીડ જામી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ જ્યોતિલીંગ દેવાધી દેવ મહાદેવ પવિત્ર શ્રાવણ માસના સોમવારે સહપરિવાર પૂજન અર્ચના કરી આરતીનો લ્હાવો લીધો હતો. તેમણે રાજ્યના પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
શ્રાવણના ત્રીજા સોમવારે મહાદેવના દર્શનાર્થી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે અને હર હર મહાદેવના દર્શન સાથે રૂદ્રી તથા પૂજાનો ખાસ મહિમા છે. સુવર્ણકલાથી મઠાયેલ દુધનાથ મહાદેવમાં પણ રૂદ્રી યજ્ઞ અને રૂદ્રી પૂજન કાર્યક્રમ યોજાયો હતો.
