નિકોલમાં નિર્માણાધીન ટાંકી ધરાશાયી, 8 લોકોને સલામત રીતે કરાયા રેસ્ક્યૂ
Live TV
-
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે.
જેમાં પાણીની ટાંકીના સ્લેબના કાટમાળ નીચે કેટલાક લોકો દબાયા હતા. નિકોલમાં આવેલ ભોજલધામ પાસે પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતાં લોકોના ટોળા ઘટનાસ્થળે વળ્યા હતા.
જે અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફના 30 જેટલા કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આઠ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
