કચ્છઃ BSF દ્વારા મોટી માત્રામાં બિનવારસી ચરસ જપ્ત, પેટ્રોલિંગ વઘુ સઘન
Live TV
-
B.S.F. દ્વારા, પેટ્રોલિંગ વધુ સઘન બનાવાતાં ડ્રગ્સ માફિયાઓ, નશાકારક પદાર્થો બિનવારસી છોડીને ભાગી રહ્યાં હોવાનો અનુમાન
પશ્ચિમ કચ્છ પોલીસને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. પશ્ચિમ કચ્છ પોલીસે કચ્છના સમુદ્રી કાંઠે એક દિવસમાં 183 બિનવારસી ચરસના પેકેટ ઝડપી પાડ્યા છે.
કચ્છ પોલીસે ઝડપેલો અત્યાર સુધીનો આ સૌથી મોટો ચરસનો જથ્થો છે. જેની કિંમત 2 કરોડની આસપાસ થાય છે. પોલીસની ટીમો શનિવારે રાત્રે જખૌ આસપાસના દરિયાઈ કિનારે પેટ્રોલીંગ કરી રહી હતી, ત્યારે સૌ પ્રથમ ચરસના 30 પેકેટ મળ્યા હતા.
ત્યાર બાદ પોલીસે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં કુલ 183 પેકેટ મળી આવ્યા હતા. તો બીજી તરફ પોલીસે હજુ દરિયાઈ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન જારી રાખ્યું છે.
