CM રૂપાણી સહિત સાંસદો, નેતાઓએ પોતાના જ ઘરે કર્યાં યોગ
Live TV
-
મુખ્યમંત્રીએ, 'યોગ કરીશું, કોરોના ને હરાવીશું' મંત્ર સાથે રાજ્યના સૌ નાગરિકોને યોગાસન-વ્યાયામના આયામથી રોગ પ્રતિકારક શકિત વધારવા આહવાન કર્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ આયુષ મંત્રાલયની યોગ એટ હોમ એન્ડ યોગ વિથ ફેમીલી થીમ અનુસાર મુખ્યમંત્રીએ પોતાના ગાંઘીનગર સ્થિત નિવાસસ્થાને અંજલિ બહેન રૂપાણી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષ પાલજી સાથે વિવિધ આસનો કર્યા હતા.
સાંસદ મોહનભાઈ કુંડારિયા ફાર્મ હાઉસમાં કર્યાં યોગ
સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પોતાના ફાર્મ હાઉસમાં યોગ કરીને વિશ્વ યોગ દિવસની કરી ઉજવણી...મોરબી તાલુકા ભાજપની ટીમે પણ તેમની સાથે જોડાઈને , વિવિધ યોગાસનો દ્વારા કરી ઉજવણી.રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કર્યો યોગ
જામનગરના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને શહેરીજનોએ ઘરે યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પરિવાર સાથે ઘરે યોગ કર્યા હતા અને શહેરીજનોને યોગ અંગેની આપી માહિતી..
