સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, ઘરે જ લોકોએ કર્યો યોગાભ્યાસ
Live TV
-
રાજયભરમાં આતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. તો જિલ્લાભરમાં ઉજવાયેલા યોગ દિવસના સમાચારો પર કરીએ એક નજર
સાબરમતીમાં ઘરમાં જ કર્યાં લોકોએ યોગ
દેશ સહિત વિશ્વભરમાં છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી. કોરોના મહામારીના કારણે અમદાવાદમાં લોકોએ પોતાના ઘરમાં જ કર્યા યોગ. મહિલા હોય કે પુરુષ કે હોય નાના બાળકો સૌ કોઈએ ઘરમાં કર્યા યોગના વિવિધ આસનો. સાબરમતી વિસ્તારમાં રહેતા ગણેશભાઈએ પોતાના મિત્રો સાથે યોગ કરીને, હંમેશા યોગ કરવાની પરંપરાને ધપાવી આગળ.ગુજરાત યુનિ. ખાતે યોગ દિવસની ઉજવણી
ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી..યોગના વિવિધ ફાયદા, યોગમાં ભારતનું યોગદાન સાથે યોગના વિવિધ પ્રકારો અને યોગાસનની સચિત્ર માહિતીનું ઓનલાઈન પ્રદર્શનનું કરાયું.મહેસાણાઃ મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલ સાથે જોડાયા લોકો
મહેસાણા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી. મિસ વર્લ્ડ યોગીની પૂજા પટેલ સાથે અનેક લોકો ઓનલાઈન યોગમાં જોડાયા. પૂજાએ પોતાના ઘરેથી જ વિવિધ આસનોનું આપ્યું લાઈવ પર્ફોમન્સ. યોગ થકી કોરોના વાયરસ સહિતની બીમારી સામે રક્ષિત રહેવા સહિતની સમજણ પણ અપાઈ.રાજકોટ હોસ્પિટલમાં પોઝિટીવ દર્દીઓએ કર્યો યોગ
રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓએ યોગા કરીને અન્ય લોકોને યોગથી અનેક રોગ ભગાવોનો આપ્યો સંદેશો. તમામ ડોક્ટર્સ અને કોવિડ 19ના દર્દીઓએ સવારે યોગા કરીને કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી.ડાંગમાં પણ લોકોએ કર્યાં યોગ
ડાંગ જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી લોકોએ પોતાના ઘરે પરિવાર સાથે કરી...યોગામાં ભાગ લેનાર લોકોએ Yoga at home, Yoga with family નો કોન્સેપ્ટ અપનાવ્યો. ડાંગ જિલ્લામાં કુલ 23,625 લોકોએ ઘરે રહીને કર્યા યોગા.SGVP ખાતે વીડિયો કોન્ફરન્સથી યોગ
અમદાવાદ ખાતે SGVP હોસ્પિટલના યોગ વિભાગમાં, ભારત સરકારના આયુષ મંત્રાલયના માર્ગદર્શનમાં વર્ચ્યુઅલ યોગનું કરાયું નિદર્શન. વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા અમદાવાદના યોગ શિક્ષક હેતલ દેસાઇએ, વર્ચ્યુઅલી જોડાઈ 5000થી પણ વધુ લોકોને, આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે કરાવ્યો યોગાભ્યાસ. તાડાસન, વૃક્ષાસન, શવાસન તેમજ પ્રાણાયામ સહિતની કરાઈ યોગક્રિયાઓ.નવસારી ફિલ્મ કલાકાર સાથે યોગની ઉજવણી
નવસારીનાં ટીવી અને ફિલ્મ કલાકાર 'હર્ષ રાજપૂત' સાથે રાજયમાં યોગા ગોલ્ડ મેડલ મેળવનાર પ્રાચી સવાણીએ યોગ-સાધના કરી યોગ દિવસની કરી ઉજવણી. લોકોને પણ યોગ-સાધનાથી રોગપ્રતિકારક શક્તિ વધારી રોગ સામે રક્ષણ મેળવવાની કરી અપીલ.વડોદરા રંગોળી દ્વારા યોગા ડેની ઉજવણી
વડોદરાનું સહજ રંગોળી ગ્રુપે "યોગા એટ હોમ, યોગા વિથ ફેમીલી" થીમ પર ટીમે રંગોળી પ્રદર્શન યોજયું. યોગા વિથ નેચર, આદિ યોગી, મેં ભી યોગી, હઠ યોગ, બ્રેઇન યોગા, જ્યોતિ, યોગા એટ હોમ, ઉત્તરાસન જેવા વિષય પર વિવિધ મુદ્રાઓનાં 20 રંગોળી ચિત્રો 16 વિધાર્થીઓએ બનાવ્યા...રાજપીપળા ખાતે પણ લોકોએ કરી ઉજવણી
નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલા રણછોડજી મંદિરમાં ચાલતા યોગ કેન્દ્રમાં, સ્થાનિકો અને નેહરૂ યુવા કેન્દ્રના યુવાનોએ યોગ દિવસની કરી ઉજવણી. સરકારની નવી માર્ગદર્શિકાનું પાલન કરતાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા કરાયા યોગ.
