Skip to main content
Settings Settings for Dark

કચ્છના નાના રણનું ઘુડખર અભયારણ્ય 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે

Live TV

X
  • કચ્છનું નાનું રણ 4 હજાર 954 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.રણમાં વિદેશી પક્ષીઓ તેમજ ઘુડખરનો વાસ છે. તેમને નિહાળવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં રણમાં આવતા હોય છે. ઘુડખર એક દુર્લભ પ્રાણી છે અને માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. તેવામાં આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. ઘુડખર પ્રાણીનો આ બ્રીડીંગ પિરિએડ હોવાથી પ્રજનનમાં તેમને ખલેલ ના પહોંચે તે માટે અભ્યારણ્યને બંધ કરવામાં આવે છે.રણની મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધતી રહી છે. ગત વર્ષે 20 હજાર થી વધુ પ્રવાસીઓએ રણની મુલાકાત લીધી હતી. તેમાં બે હજાર વિદેશી પ્રવાસીને પણ સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply