Skip to main content
Settings Settings for Dark

રાજય સરકારે દંડ વસુલવાની સતા પોલીસને આપી, માસ્ક નહી પહેરનાર અને જાહેરમાં થુકનાર સામે હવે પોલીસ પગલા ભરશે

Live TV

X
  • માસ્ક નહી પહેરનાર અને જાહેરમાં થુકનાર સામે હવે પોલીસ પગલા ભરશે અને દંડ ઉઘરાવશે ત્યારે આ પહેલા આ સતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા પાસે હતી. ગૃહવિભાગે આ માટે પરિપત્ર જાહેર કરીને જાણ પણ કરી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અત્યાર સુધીમાં એએમસીએ સ્થળ પરથી અનેક લોકો સામે માસ્ક નહી પહેરવા અને જાહેરમાં થુકનાર સામે રુપિયા 200ના દંડ સાથે કાયદેસરના પગલા ભરવામાં આવ્યા છે. તો સ્માર્ટ સીટી કંટ્રોલ રુમ સાથે જોડાયેલા કેમેરાની મદદથી માસ્ક નહી પહેરનારા લોકોને ઇ મેમો મોકલ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 280 જેટલા ઇ મેમો મોકલ્યા છે. જોકે રાજય સરકારે હવે દંડ વસુલવાની સતા પોલીસને આપી છે ત્યારે હવે પોલીસ કંટ્રોલ રુમ સાથે જોડાયેલા 3000 થી વધારે કેમેરાની મદદથી નંબર પ્લેટને આધારે ઇ મેમો મોકલવામાં આવશે. ત્યારે એએમસીના કંટ્રોલ રુમ સાથે જોડાયેલા કેમેરાની પણ મદદ લેવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply