જૂનાગઢના ઐતિહાસીક મહાબત મકબરા અને બહાઉદીન મકબરાનું રીનોવેશન કામ શરુ
Live TV
-
વિશ્વભરમાં પ્રસિધ્ધ એવા જૂનાગઢના ઐતિહાસીક મહાબત મકબરા અને બહાઉદીન મકબરા તેની પ્રાચીન ભવ્યતા પુનઃ પ્રાપ્ત કરી શકે તે હેતુથી મકબરાનું રીનોવેશન કામ શરુ થયું છે. જૂનાગઢના નવાબી સ્મારકોની જાળવણીના સંદર્ભમાં રૂપિયા ૫ કરોડ ૪૬ લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ રવિવારે આ રીનોવેશન કામગીરીનો આરંભ કરાવ્યો હતો.
મહાબત મકબરો અને બહાઉદીન મકબરો ઇન્ડો ઇસ્લામીક યુરોપીયન અને ગોથિક આર્કિટેકચરના સુમેળરૂપ સ્મારક છે. જૂનાગઢના નવાબ મહાબતખાને ૧૮ મી સદીમાં આ મકબરો તૈયાર કરાવ્યો હતો. ગુજરાત ના પ્રાચીન સભ્યતાને જીવિત રાખવા ની નેમ સાથે અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા આ મકબરાઓનું રીનોવેશન કામ શરુ કરવામાં આવ્યું છે.
