કચ્છમાં આજે ફરી 12.56 મિનિટે અનુભવાયો ભુકંપનો આંચકો
Live TV
-
આજે (સોમવારે) બપોરે 12:57 વાગે ફરી એકવાર કચ્છમાં ભૂંકપનો આંચકો આવ્યો હતો. કચ્છમાં 4.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભચાઉ નજીક એપી સેન્ટર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. ફરી એકવાર ભૂંકપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. નોંધનીય છે કે, ગઈ કાલે રાતે પણ અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂંકપનો આંચકો આવ્યો હતો.
રવિવારે રાત્રે 8.13 વાગ્યે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં 5.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના ભચાઉથી 13 કિમી દૂર ભૂકંપનું એપી સેંટર નોંધાયું છે. ભૂકંપના કારણે ક્યાંક મકાનોમાં તિરાડ પડી તો ક્યાંક મકાનની છત તૂટી પડી છે. ત્યારે 5.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા પછી કચ્છના રાપર અને ભચાઉ વિસ્તારમાં આફ્ટરશોક્સ વધ્યા છે. મોટા આંચકા બાદ 11 આફ્ટર શોક્સ આવ્યા હતા. જે 1.4થી લઈ 3.7ની તીવ્રતાના આફ્ટર શોક્સ આવ્યા હતા.
