રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિલિટરે રૂપિયા 2નો વધારો, વધારા પછી પણ ગુજરાતમાં પેટ્રોલનો દર દેશમાં ઓછો,
Live TV
-
નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરાયો હોવાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિલિટરે રૂપિયા 2નો વધારો કરાયો છે. નવા ભાવ આજ મધરાતથી અમલી બનશે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારની આવકમાં 24 હજાર 500 કરોડથી લઈને 26 હજાર કરોડ સુધીનો ઘટાડો થયો છે. રાજ્ય સરકારની મુખ્ય એવી જીએસટી અને વેરાની આવક સહિત પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં સરકારે દરેક યોજનાઓ યથાવત રાખી છે અને તમામ કર્મચારી અને અધિકારીઓને પુરો પગાર અપાયો છે. નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં પણ 30 ટકાનો ઘટાડો કર્યો હોવાની પણ માહિતી આપી હતી.સાથે જ તેમણે કર્મચારીઓ અને અધિકારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો મુલ્તવી રખાયો હોવાની પણ જાણકારી આપી હતી.
