રાજ્યમાં 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ
Live TV
-
સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 3 ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર
રાજ્યમાં ચોમાસાનો વિવિધવત પ્રારંભ થઇ ગયો છે. છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યના 67 તાલુકામાં ત્રણથી અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વલસાડના ધરમપુરમાં 83 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલી 64 અને લિલિયામાં 81 મીમી વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના કોડિનારમાં 53 મીમી વરસાદ પડ્યો હતો.તો આ તરફ જુનાગઢના ભેસાળમાં 36 મીમી, અમરેલીના ખાંભામાં 34 મીમી, સુરતના મહુવામાં 31 મીમી, રાજકોટના ધોરાજીમાં 29 મીમી, સુરતના માંગરોળ 28 મીમી, જુનાગઢના માંગરોળમાં 27 મીમી,અમરેલીના બગસરામાં 27 મીમી, ગીર સોમનાથના ઉનામાં 26, વેરાવળમાં 24, અમરેલીના ધારીમં 24 અને સાવરકુંડલામાં 20 મીમી વરસાદ નોંધાયો હતો.
