Skip to main content
Settings Settings for Dark

કચ્છના ભચાઉ નજીક કાર અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત, 10ના મોત

Live TV

X
  • પરિવાર ધાર્મિક સ્થળે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ કારમાં 11થી વધુ લોકો સવાર હતા. તમામ મૃતકો ભૂજના રહેવાસી હતા.

    કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકના મોટી ચીરઈ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 10 લોકોના મોત થયા છે, અને અન્ય વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી છે. બે ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં ભચાઉથી કંડલા જઈ રહેલા ટ્રેલરનું ટાયર ફાટતા તે ડિવાઇડર ઓળંગી સામેથી આવી રહેલ કાર ઉપર પડ્યું હતું. કારની પાછળ આવી રહેલું ટ્રેલર પણ કાર સાથે અથડાયુ હતું. આ પરિવાર ધાર્મિક સ્થળે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. તો ભુજના ધારાસભ્ય નીમાબહેન આચાર્ય પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply