તાપી જિલ્લાના વ્યારા માર્કેટ યાર્ડમાં ડાંગરના પાકનું વેચાણ
Live TV
-
તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતેના માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાકના પોષણક્ષમ ભાવ મેળવીને સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. તાપી તેમજ સુરત તેમજ નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા ઉપરાંત , મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જીલ્લાના ખેડૂતો પણ ડાંગર વેચવા માટે માર્કેટ યાર્ડમાં આવે છે. અહી પ્રતિ દિન 3000થી 4000 મણ ડાંગરનું ખરીદ વેચાણ થાય છે, તેથી આ માર્કેટ દક્ષિણ ગુજરાતમાં ડાંગરના ખરીદ વેચાણ ક્ષેત્રે મોટા માર્કેટ તરીકે વિકસી રહ્યું છે.
