જનજીવન ઠૂઠવાયું, પણ ઠંડી રવિપાક માટે સાનુકૂળ
Live TV
-
હાડ થિજાવતી ઠંડીને પગલે જનજીવન ભલે ઠીંગરાઈ ગયું હોય પરંતુ આ ઠંડી રવિ પાક માટે યોગ્ય સાબિત થઈ રહી છે. જૂનાગઢ જિલ્લામાં પડી રહેલી ઠંડી રવિ પાક માટે સાનુકૂળ છે. જૂનાગઢ જિલ્લામાં ઘઉં, ચણા, જીરું, તેમજ ઇસબગુલની ખેતી થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ તેમજ ખેતીવાડી વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ ઠંડી રવિ પાક માટે આશીર્વાદ રૂપ છે. જૂનાગઢ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નીચું તાપમાન તેમજ સ્વચ્છ હવા રવિ પાક માટે યોગ્ય છે.
