કચ્છમાં ગેરકાયદેસર ઘુસી આવેલા પાકિસ્તાની વ્યક્તિની BSF દ્વારા ધરપકડ
Live TV
-
કચ્છના સરહદીય સીમા વિસ્તાર હરામીનાળામાંથી ગેરકાયદેસર રીતે એક પક્ષી સાથે ઘુસી આવેલા પાકિસ્તાની વ્યક્તિની બીએસએફ પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે. સૂત્રો અનુસાર, ગત સપ્ટેમ્બર માસમાં ભારતીય સીમા વિસ્તારમાં બીએસએફ જવાનોના પેટ્રોલિંગ દરમિયાન આ પાકિસ્તાની વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બીજો ઇસમ ભાગી છુટ્યો હતો. પાકિસ્તાની ચલણી નાણુ રૂપિયા 500ની બે નોટ, 100 ના દરની ચાર નોટ, 50ની 6 નોટ, મળી કુલ 1700 રૂપિયા તેમજ એક મોબાઇલ ફોન અને બે સીમકાર્ડ સાથે માછીમારીનો સામાન મળી આવ્યો હતો
