રો-રો ફેરી સર્વિસે સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની હેરફેર માટે સરળ બનાવી
Live TV
-
સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા દરિયાઈ માર્ગથી જોડતી રો-રો ફેરી સર્વિસે સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની હેરફેર માટે ખૂબ સરળ અને સુગમ બનાવી છે. ત્યારે હજીરા-ઘોઘા રો-રો ફેરી સેવાના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. રો રો ફેરી સર્વિસ પેસેન્જર અને માલસામાન હેરફેરના પરિવહનનો મજબૂત વિકલ્પ બની છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પણ સાકારિત થયું છે. રો-રો ફેરીના પ્રારંભથી આજ સુધી 6 લાખ 49 હજાર થી વધુ મુસાફરોએ અવર જવર કરી છે. તો રોજના સરેરાશ 50 લોડેડ ટ્રકો અને 20 નાના ટ્રકોની હેરફેર પણ થતી હોય છે. વધુમાં પોસ્ટ વિભાગે આ વર્ષે રો-રો ફેરી સર્વિસ શરૂ કરી છે. દેશની પ્રથમ દરિયાઈ માર્ગથી ‘તરંગ પોસ્ટ સેવા’ રોજના 16 ટન ટપાલો લઈને હજીરાથી ઘોઘા રવાના થાય છે.
