કચ્છ જિલ્લાના વિવિધ શહેરો અને નગરોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
Live TV
-
રવિવારના દિવસે સાંજના સમયે મોટા અવાજ સાથે બે વાર કંપન અનુભવાયું હતુ. જેનું એપી સેન્ટર ભચાઉથી ઉત્તર-પશ્ચિમે 21 કિલોમીટરના અંતરે નોંધાયુ છે
કચ્છ જિલ્લામાં આજે સાંજે પોણા પાંચ વાગ્યાના સુમારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સમગ્ર જિલ્લાના વિવિધ શહેરો અને નગરોમાં આ આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તિવ્રતા રીકટર સ્કેલ પર 4 નોંધાઇ હતી. 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં ભૂકંપ આવ્યાની 24મી વરસીના બે દિવસ બાદ આજે સાંજના લગભગ 4-45 કલાકે મોટા અવાજ સાથે બે વાર કંપન અનુભવાયું હતું. જેનું AP Center ભચાઉથી ઉત્તર-પશ્ચિમે 21 કિલોમીટરના અંતરે નોંધાયું છે.
