Skip to main content
Settings Settings for Dark

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું

Live TV

X
  • જામનગરના મોટા થાવરિયાથી અલિયાબાડા ગામને જોડતા ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત મેજરબ્રીજનું લોકાર્પણ કર્યું.

    કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતુ. તેમણે જામનગરના મોટા થાવરિયાથી અલિયાબાડા ગામને જોડતા ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત મેજરબ્રીજનું લોકાર્પણ કર્યું. મોટા થાવરીયાથી અલિયાબાડા ગામોની વચ્ચે હુડકો નદીની ઉપર 12 મીટરના 6 ગાળા ધરાવતા મેજરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે, જામનગર તાલુકાના હાપા ગામમાં બે કિલોમીટરની લંબાઈ ધરાવતા દોઢ કરોડના ખર્ચે નવનિર્મિત સીસી રોડનું પણ લોકાર્પણ કર્યુ. 

    આ ઉપરાંત, મેટલ કામ, માટી કામ, સ્લેબ ડ્રેઈન, રોડ રિસરફેસિંગ અને અન્ય જરૂરી કામગીરી સાથોસાથ પુર્ણ કરવામાં આવી છે. આ નવો રસ્તો બનવાથી ચોમાસાની ઋતુમાં ગ્રામજનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે..'' 

    આ તકે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ''જામનગર તાલુકાના અલિયાબાડાથી મોટા થાવરિયા ગામોને જોડતા મેજર બ્રીજની સુવિધાથી ગ્રામજનોને અવર-જવર કરવામાં સરળતા રહેશે..'' તાજેતરમાં રૂ.8 કરોડથી વધુના ખર્ચે રોડ રિકાર્પેટિંગ, ખીમારાણા ગામમાં કોઝ-વે અને ખીમારાણાથી મોટા થાવરિયા ગામને જોડતા નવા રસ્તાના વિકાસ કાર્યો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply