કડીઃ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર ખાતે 26 હજાર દર્દીઓએ લીધો લાભ
Live TV
-
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩માં ડાયાલિસિસ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહેસાણાની કડી સરકારી હોસ્પિટલ ખાતે 14 બેડ અને અદ્યતન મશીનરી સાથે સર્વ પ્રથમ ડાયાલીસીસ સેન્ટર શરુ કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટને સાત વર્ષનો સમયગાળો વીત્યો છે અને અત્યાર સુધીમાં 26,000 જેટલા દર્દીઓએ આ પ્રોજક્ટનો લાભ લીધો છે. અહી આવતા દર્દીઓને સરકાર દ્વારા મા અમૃતમ યોજનાનો લાભ તથા આવવા જવા માટે રોકડ રૂપે ભાડું પણ આપવામાં આવે છે.
જેને પગલે તમામ લોકો માટે આ યોજના આશીર્વાદ સ્વરૂપ સાબિત થઇ રહી છે. નોંધવું રહ્યું કે ખુબ જ ખર્ચાળ, દર્દભરી તથા હઠીલી બીમારી કહી શકાય એવી કિડનીની તકલીફમાં વારંવાર ડાયાલીસીસ માટે અધધ ખર્ચ કરતા દર્દીઓને રાહત આપવા રાજ્ય સરકારે ડાયાલીસીસ પ્રોજેકટ હાથ ધર્યો હતો.
કડી સરકારી હોસ્પિટલના ડાયાલીસીસ સેન્ટર પર સારવાર લેતા દર્દીઓ અગાઉ પોતે ખાનગી જગ્યા પર વધુ રૂપિયા ખર્ચી ડાયાલીસીસ કરાવતા હતા અને હાલમાં નિઃશુલ્ક ડાયાલીસીસની સારી સેવા ઘર આંગણે જ મળી જતા સરકારનો આભાર માની ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.
