Skip to main content
Settings Settings for Dark

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય, 16 ઓક્ટો.થી ટેકાના ભાવે શરૂ થશે ખરીદી

Live TV

X
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મગફળીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત બાદ હવે રાજ્ય સરકાર ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરશે.

    અંગે વધુ માહિતી આપતાં રાજ્ય કૃષિમંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું કે, ડાંગર, મકાઇ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી તા.૧૬મી ઓક્ટોબરથી તથા મગ, અડદ અને સોયાબીનની ખરીદી તા. ૨જી નવેમ્બરથી શરૂ કરાશે.

    જેમાં ડાંગર પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૮૬૮/-, મકાઇ રૂ.૧૮૫૦/-, મગ રૂ. ૭૧૯૬, અડદ રૂ.૬,૦૦૦/- અને સોયાબીનની રૂ. ૩૮૮૦/- પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવામાં આવશે. તો ડાંગર માટે ૯૨ સેન્ટર, મકાઈ માટે ૬૭ સેન્ટર, બાજરી માટે ૫૭ સેન્ટર, મગ માટે ૭૧ સેન્ટર, અડદ માટે ૮૦ સેન્ટર અને સોયાબીન માટે ૬૦ સેન્ટર કાર્યરત કરવામાં આવશે.

    અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની નાફેડ એજન્સીના સહયોગમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply