કડી ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
Live TV
-
મહેસાણા જિલ્લાના કડી શહેર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને મહેસુલ મંત્રી કૌશિક પટેલની હાજરીમાં અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું.
જેમાં રૂ.૨૧ કરોડ ૫૩ લાખના ખર્ચે તૈયાર કરાયેલા તાલુકા સેવા સદન અને સરકારી આયુર્વેદ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો, કડી નગર પાલિકામાં ઓવરહેડ પાણીની ટાંકી, પાઇપલાઇન અને શોપીંગ સેન્ટરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
કડી પ્રાંતના ૧ હજાર ૩૧૮ લાભાર્થીઓને રૂ.૧૫ લાખ ૬૫ હજારની વિવિધ સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવયું હતું કે, રાજ્ય સરકાર સૌનો સાથ,સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે વિવિધ વિકાસલક્ષી કામો પાર પાડી રહી છે. તો, આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયા અભિયાન અંતર્ગત મહેસૂલ વિભાગની મોટાભાગની સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે.
જેનાથી વિભાગી કામગીરી સરળ, ઝડપી, થતાં લોકો તરફથી સારો અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી ઠાકોર,ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
