મહેમદાબાદઃ સિદ્ધિવિનાયક ગણપતિનું મંદિર છે ભક્તોની આસ્થાનું કેન્દ્ર
Live TV
-
ખેડા જિલ્લાના મહેમદાવાદ ગામ પાસે આવેલું સિદ્ધી વિનાયક મંદિર છેલ્લા છ વર્ષથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હાલ ગણેશ મહોત્સવને લઈને આ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. મંદિર સાથે જોડાયેલી માન્યતા પ્રમાણે અમદાવાદના નરેન્દ્રભાઈ પુરોહિત તથા તેમની માતા પૂજ્ય ડાહીબાને ગણપતિમાં અતૂટ શ્રદ્ધા અને આસ્થા હતી.
તેવામાં તેમને સ્વપ્ન આવ્યું કે નદીકિનારે સફેદ આંકડો હોય તે સ્થળે ગણેશજીની સ્થાપના કરવી. આવી જગ્યા વાત્રક નદીના કિનારે મળી આવી. અને છ વર્ષ પહેલાં પૂજ્ય ડાહિબાના નામે નરેન્દ્રભાઇ પુરોહિતે અહીં મંદિર બંધાવ્યું. મંદિરને બહારથી જોઈએ તો ગણપતિની પથ્થરથી બનાવેલી પ્રતિમા તમને નજરે પડે છે.
મુખ્ય હાઇવે પરથી આ મંદિરના દર્શન દૂરથી પણ થઈ શકે તે રીતે તેનું નિર્માણ કરાયું છે. ખાસ તો મુંબઈના સિદ્ધીવિનાયક જેવી આબેહુબ મૂર્તિ અને ત્યાંથી જ લવાયેલી જ્યોતના કારણે આ મંદિર અનેરુ મહાત્મય ધરાવે છે.દિન પ્રતિદિન વિકસિત થઈ રહેલા આ મંદિરને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છાપત્ર પાઠવેલો છે.
