હિંમતનગરઃ સાત દિવસની તરછોડાયેલી બાળાને પોલીસે અપનાવી
Live TV
-
સેવા સુરક્ષા અને શાંતિના સુત્ર પર કામ કરતી ગુજરાત પોલીસ મહેકમ તરફથી તાજેતરમાં અનેક પ્રેરણા દાયક દર્શ્યો આપણી સમક્ષ આવ્યાં છે. ફરી એક વખત સેવા સુરક્ષા અને શાંતિના સુત્રના તારે માનવતા ગુજરાત પોલીસે મહેકાવી છે.
સાબરકાંઠાના હિંમતનગર ખાતે સાત દિવસની તરછોડાયેલી નવજાત દીકરીને તેના પાલકોએ મોતના ખોળે મુકી દિધી હતી. જેની ફરિયાદ શહેરની બી ડીવીઝન પોલીસ વિભાગને મળી હતી. ત્યારે પી. એસ. આઇ પ્રતિપાલસિંહ ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી.
મુલાકાતમાં પોલીસને જાણવા મળ્યું કે બાળકીની સ્થિતિ નાજુક છે અને બાળકીને શ્વાસની તકલીફ છે. વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવી પડશે. ત્યારે પોલીસે ફરીયાદની કાર્યવાહીને બાજુ પર રાખી બાળકીને સારવાર શરૂ કરાવી. આ સમાચાર વાયુ વેગે પ્રસરતા પોલીસના આ મૃદુ અને સેવા ભાવી વર્તનના કારણે સ્થાનિક લોકોએ વરસાદી માહોલમાં પ્રસંશાના ફુલો વરસાવી વધાવ્યું હતું.
સગાં મા-બાપે જે બાળકીને મોતના હવાલે કરી હતી. તેણે, ગુજરાત પોલીસે પોતાની નૈતિક જવાબદારી સહર્ષ ઉપાડી લીધી અને બાળકને જીવન દાન આપ્યું. આ પ્રસંગે બાળકને સારવાર આપી રહેલા બાળરોગ નિષ્ણાત ડૉ.હિંમાંશુ પટેલે જણાવ્યું કે, આ બાળકની સ્થિતિ નાજુક હતી. વધુ સારવાર અને સર્જરી માટે અમદાવાદ ખાતે ખસેડવાની જરૂર હતી. નોંધનીય છે કે આ સર્જરીનો જે ખર્ચ થશે તે ગુજરાત પોલીસ ઉપાડશે.
