Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં શું રહી વરસાદની સ્થિતિ જાણો એક ક્લીકમાં

Live TV

X
  • સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, નદી-નાળા છલોછલ

    ભારે વરસાદને પગલે ગીરસોમનાથમાં સરસ્વતી અને શિંગોડા નદી છલકાઈ
    ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લાં 24 કલાકથી સર્વત્ર જળબંબાકાર થઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરી ને તાલાલા, કોડીનાર અને ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ રહેતા સરસ્વતી અને કોડીનારની શિંગોડા નદી છલકાઇ રહી છે. તો બીજી તરફ ભારે વરસાદ રહેતા ફરી એક વખત તાલાલા-પ્રાચી, તાલાલા-વેરાવળ સહિતનાં રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો તાલાલાનાં વાડલા ગામે એક કાર સાથે એક વ્યક્તિ પણ તણાયાના સમાચાર હતા. જિલ્લામાં વરસાદના પગલે ખેતરો તળાવમાં પરિવર્તન પામ્યા હતા. જો કે, ઉપરવાસમાં સતત વરસાદ રહેતા કોડીનારનો શિંગાડા ડેમ, ઉનાનો રાવલ અને મચ્છુન્દ્રી, તાલાલાનો હિરણ 2 અને સાસણનો કમલેશ્વર ડેમ ઉભરાઈ રહ્યો છે. શિંગોડા ડેમના દરવાજા ખોલતા અને ગીરમાં ભારે વરસાદના કારણે કોડીનાર શહેરમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે.હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે આગાહી કરી છે કે રાજ્યમાં અમુક સ્થળે હળવાથી ભારે વરસાદ રહેશે

    અરવલ્લીમાં માઝૂમ અને મેશ્વો જળાશયમાં 90 ટકા પાણીનો સંગ્રહ
    ઉપરવાસમાં સારો વરસાદ રહેતા અરવલ્લી જિલ્લાના જળાશયોમાં સારી આવક નોંધાઈ છે. જિલ્લાના માઝૂમ અને મેશ્વો જળાશય 90 ટકા જેટલોં પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે વૈડી જળાશય સો ટકા ભરાઈ ગયો છે. જ્યારે વાત્રક ડેમમાં પાણીનો જથ્થો પચાસ ટકાએ પહોચ્યો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોને શિયાળુ અને ઉનાળું પાક સારો જશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે, માઝૂમ જળાશયથી મોડાસા તેમજ ધનસુરા તાલુકાના ખેડૂતોને લાભ થશે. તો મેશ્વો જળાશયથી મોડાસા અને ભિલોડા તાલુકાના ખેડૂતોને સીધો ફાયદો થશે. તો વાત્રક જળાશયથી પણ ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.

    જામનગરમાં સાંબેલાધાર વરસાદ, રણમલ તળાવ છલકાયું
    જામનગરમાં સિઝનનો સારો વરસાદ રહેતા જિલ્લાના મોટાભાગના ડેમ અને તળાવો ભરાવા આવ્યા છે અથવા તો તેની નજીક પહોચવાની તૈયારીમા છે. જેમાં શહેરની મધ્યમાં આવેલું રણમલ તળાવ છલકાંતા તંત્રને તેના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જયારે રંગમતી નદીમાં આવેલું ખોડિયાર મંદિર ભારે વરસાદના કારણે અડધાથી વધુ પાણીમાં ગરકાવ થયું હતું. જામનગર જિલ્લાના રંગમતી ડેમ તેમજ સસોઈ, ઉંડ ડેમ સાથે રણમલ તળાવ ઓવેર્ફ્લો થતાં જામનગર શહેર અને જિલ્લાને આખુ વર્ષ મળે એટલું પાણી સંગ્રહ થવા પામ્યું છે

    નર્મદા ડેમની જળસપાટી સૌપ્રથમવાર 136.17 મીટરના ઐતિહાસિક સ્તરે 
    કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી સૌ પ્રથમવાર 136.17 મીટરે ઐતિહાસિક લેવલે પહોંચી છે. આટલા વર્ષોમાં પ્રથમ વખત નર્મદા ડેમે 136.17 મીટર ની સપાટી પાર કરતા રાજ્ય માટે સારા સમાચાર છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4,40,289 ક્યુસેક પાણીની આવક સામે 3,20,819 ક્યુસેક પાણીની જાવક છે.

    વેરાવળનો હિરણ-2 ડેમ ઓવરફ્લો, ડેમના પાંચ દરવાજા ખોલાયા
    વેરાવળ નજીક ઉમરેઠી ગામે આવેલ હિરણ - ૦૨ ડેમ ઓવરફ્લો થયો છે.ડેમમાં ઉપરવાસની આવક સારી રહેતા ડેમના જળસ્તર સતત વધારો થઈ રહ્યો છે. સિંચાઇ વિભાગ દ્વારા ડેમ ના પાંચ દરવાજા ચાર ફુટ સુધી ખોલવામાં આવ્યા છે.તો હીરણ- 1 ડેમ પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ૯૦% જેટલો ભરાઇ ગયો છે. હીરણ-૧ ડેમનું પાણી ગીર જંગલ ના વન્ય જીવો માટે અને સીંચાઇ માટે અનામત રાખવામાં આવે છે આમ ડેમ 90 ટકા ભરાતા વિસ્તારના ખેડૂતોને આખુ વર્ષ સિંચાઈ માટે પાણી મળી રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply