Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘમહેર યથાવત્ત, ગીર સોમનાથમાં ઠેરઠેર પાણી 

Live TV

X
  • રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભાવનગર ખાતે 2 કલાક માં 2 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાલીતાણા ખાતે ઝરમર વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યુ હતું.

    તો ગીર સોમનાથમાં બે દિવસના વિરામ બાદ ફરી એક વખત જિલ્લામાં ગઈકાલ બપોરથી વરસાદની રીએન્ટ્રી થતા, તાલાળા વેરાવળ, કોડીનાર. પંથકમા હળવાથી સામાન્ય છુટોછવાયો વરસાદ નોંધાયો છે. 

    તો જિલ્લાના સુતાપાડા તાલુકાની પ્રાચી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા નદી બંન્ને કાંઠે વહેતી થઈ છે. હાલ તો જિલ્લામાં વરસાદે ખમૈયા કર્યા છે. સાથે પંથકમાં ઠંડક પ્રસરી છે. તો, ઉના ગીર પૂર્વના દેવા ડુંગર વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસતા 3 કલાકમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. 

    ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં બંન્ને કાઠે વહેતી થઈ છે. આ સાથે હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે આગાહી કરી છે કે રાજ્યમાં અમુક સ્થળે હળવાથી ભારે વરસાદ રહેશે. આજે પણ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply