Skip to main content
Settings Settings for Dark

કતરના પૂર્વ આમીરના નિધનના કારણે ગાંધીનગર ખાતેની ઇન્ટરપોલની DFEG મીટિંગ મોકૂફ

Live TV

X
  • ગાંધીનગર: કતારના પૂર્વ આમીર શેખ હમદ બિન ખલીફા અલ થાના દુઃખદ અવસાનને પગલે ભારતે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે આયોજિત ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG) મીટિંગની 11મી આવૃત્તિનો ઉદ્ઘાટન સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે.

    ગાંધીનગર: કતારના પૂર્વ આમીર શેખ હમદ બિન ખલીફા અલ થાના દુઃખદ અવસાનને પગલે ભારતે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે આયોજિત ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG) મીટિંગની 11મી આવૃત્તિનો ઉદ્ઘાટન સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો છે.

    રાષ્ટ્રીય શોકના કારણે નિર્ણય

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આ વૈશ્વિક ફોરમનું ઉદ્ઘાટન થવાનું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ સહિત 47 દેશોના પ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના હતા. જોકે, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક દિવસીય રાષ્ટ્રીય શોકના કારણે આ આયોજનને હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

    શું થવાનું હતું ખાસ?

    આ વૈશ્વિક ફોરમમાં ગુનાહિત તપાસમાં ટેકનોલોજીના ઉપયોગ અને અત્યાધુનિક ફોરેન્સિક સાધનોનું લોકાર્પણ થવાનું હતું, જેમાં મુખ્યત્વે:

    • સેન્ટર ઓફ એક્સેલન્સ (ફાઇનાન્શિયલ ક્રાઇમ, મીડિયા ફોરેન્સિક્સ અને ક્રાઇમ સીન મેનેજમેન્ટ): તપાસ પ્રક્રિયાને AI-આધારિત અને વૈજ્ઞાનિક બનાવવા માટેના ત્રણ મહત્વના કેન્દ્રો.

    • સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન: એશિયાની પ્રથમ 'મેક-ઇન-ઇન્ડિયા' મોબાઇલ લેબોરેટરી.

    • વૈશ્વિક ટેકનોલોજી પ્રદર્શન: Google, Cellebrite જેવી 30થી વધુ કંપનીઓ દ્વારા નવીનતમ સુરક્ષા ટેકનોલોજીનું પ્રદર્શન.

    તા. 15 જુલાઈના રોજ યોજાનાર ‘AI-સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન’ વિષયક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને શિખર સંમેલન અંગેની આગામી જાહેરાત હવે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. ભારતની આ ઐતિહાસિક પહેલ, જે ફોરેન્સિક વિજ્ઞાનને વિશ્વસ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવાની હતી, તે હવે આગામી તારીખે યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply