કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દહેગામ APMCના નવા વેજીટેબલ સબ-યાર્ડનું લોકાર્પણ કરશે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધિનગર જિલ્લાના દહેગામના પ્રવાસે છે. અહીં તેઓ દહેગામ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નવા વેજીટેબલ સબ-યાર્ડનું લોકાર્પણ કર્યું કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને APMCના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
દહેગામ (ગાંધીનગર): કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધિનગર જિલ્લાના દહેગામના પ્રવાસે છે. અહીં તેઓ દહેગામ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નવા વેજીટેબલ સબ-યાર્ડનું લોકાર્પણ કર્યું કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને APMCના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
કૃષિ માર્કેટિંગમાં નવી પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સહકાર સે સમૃદ્ધિ'ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે, દહેગામ APMC દ્વારા આ સબ-યાર્ડ વિકસાવવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પોતાની ઉપજ વેચવા માટે એક સુવ્યવસ્થિત અને પારદર્શક મંચ પૂરું પાડવાનો છે, જેથી તેમને તેમની પેદાશના વ્યાજબી ભાવ મળી રહે અને કૃષિ અર્થતંત્ર મજબૂત બને.
પર્યાવરણ અને વિકાસના કાર્યો લોકાર્પણની સાથે સાથે, અમિત શાહ કેન્દ્ર સરકારના 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કરશે. આ ઉપરાંત, તેમણે દહેગામ APMCના અમૃત મહોત્સવ નિમિત્તે તૈયાર કરવામાં આવેલ સ્મૃતિ ગ્રંથ (Commemorative Publication) નું પણ વિમોચન કરવાના છે અને APMC બોર્ડના સભ્યો સાથે સંવાદ પણ સાધશે.
